Wednesday, 23 August 2017

ગઝલ

મજબુર થઈ ને હું મહેકતો રહ્યો
યાદમાં તારી સદા બહેકતો રહ્યો

જોવા ને એક ઝલક તારી હું તો
શેરીએ સરિતા થઈ સરકતો રહ્યો

ચાંદને જરા જોવા મારા હું તો
અમાસની રાતે પણ ભટકતો રહ્યો

વેરાન શી આ જિંદગીમાં હું તો
તારા સ્મરણોથી જ છલકતો રહ્યો

અંતર વરસે છતાં આંખ કોરી રાખી 
જગતને મોઢે "સતીષ" મલકતો રહ્યો

                         - સતીષ સખીયા

No comments:

Post a Comment