Wednesday, 23 August 2017

ગઝલ

વેદનાનું ઝાડ જ્યારે થાય છે.
પ્રેમની ક્ષણ ઉધઈ ખાઈ જાય છે.

ધાન સુખને જ્યાં જરા ભેગું કરો,
ત્યાં કરમના આંખલા ડોકાય છે.

આભને અડતા મકાનો કાચના,
સૂર્યને ત્યાં આવતા રોકાય છે?

જાજમો વૈરાગથી ગૂંથી વણી,
રાસલીલા ત્યાં જ તો ખેલાય છે.

ખેતના ચાસે જડી'તી પાઘડી,
આંસુના ડરથી ધરા લ્હેરાય છે.
-શીતલ ગઢવી"શગ"

No comments:

Post a Comment