પ્રેમમાં ઉમ્રભર ગવાયો છું !
તે છતાં આખરે પરાયો છું !
આંખ મીંચી ગયો તમારામાં,
જગપણામાં સદા ફસાયો છું !
નામ એને લખી ગઝલ, કવિતા,
બંધ પરબીડિયે સમાયો છું !
છે ચરણ આ ઉતાવળા જીવણ,
છેતરે જયાં હ્રદય ઘવાયો છું !
જિંદગીનો ઉઠાવતા ઘૂંઘટ,
સત્યના દર્પણે ડઘાયો છું !
Dt : 20/8/2017 * નિશિ *
No comments:
Post a Comment