Tuesday, 29 August 2017

ગઝલ

બંધ આંખો બંધ હોઠે, લ્હાય શું ,
કેટલી વાતો હવે, બોલાય શું ?

પાસ આવી કાશ પાછું હારવું,
એક આશા ત્યાં જરા, ખોવાય શું?

આકરી છે જિંદગીની સાદગી,
જૂઠના ચાલ્યાં વહાણો, થાય શું!

નામના તારી હવે મોંઘી પડે,
કેમ સાચું ત્યાં તને, કેવાય શું

નીર ચોખ્ખા સાગરે લાગે હવે,
મેઘ તારા બારણે સમજાય શું ?

કાજલ
કિરણ પિયુષ શાહ
29/08/17

No comments:

Post a Comment