Tuesday, 29 August 2017

ગઝલ

અવસર ગયે મોરથી ટહુકાય શું?
વાદળ વગર વીજથી ચમકાય શું?

અગન પરની રાખ, જરુરત ફૂંકની
છાબડે ઢાકેલ  સૂર્ય લપાય શું?                                     

ફૂલને ફોરમ થયા 'દા એકથી
પવનના હિલ્લોળથી સંધાય શું?

જે થવાનું તે થશે, તારા વિના,
ધીરજધરી એમ ગીત ગવાય શું?

ખારું પાણી મીઠું બોલ્યે ના થયે
ગીત ગાયે વિરહ ઓછો થાય શું?

ઝાકળ ઉપર કિરણો ઝળુંબતાં,
કાગળ ઉપર સૂરજને લખાય શું?

સુનિતા કંઝારિયા

No comments:

Post a Comment