Tuesday, 29 August 2017

ગીત

અમે એકલ પંથના પ્રવાસી

સમી સાંજે હૂંફ શોધતા
અકારણ ભયથી ફફડતા
અમે નાખુદા અમે જ ખલાસી

અમે એકલ પંથના પ્રવાસી

પરંપરાઓ ગળે લગાવતા
તહેવારો હોંશે મનાવતા
ફરજો બધી સુપેરે નભાવી

અમે એકલ પંથના પ્રવાસી

જૂની ફિલ્મો જોવા દોડતા
યાદો મોજથી વાગોળતા
રાગ અમારો ભીમ પલાસી

અમે એકલ પંથના પ્રવાસી

દિલીપ શાહ

No comments:

Post a Comment