Tuesday, 29 August 2017

ગઝલ

ચૂપ  છે  એ,  હું કદી બોલ્યો નહીં,
સાદગીથી  ભેદ બસ ખોલ્યો નહીં.

લાગણી  તું   માપમાં  જોતી  રહી,
પ્રેમ  તારો  મેં   કદી   તોલ્યો  નહીં.

તું મલમ લઈ આવશે એ ખ્યાલમાં,
મેં જખમને આજ તક છોલ્યો નહીં.

નીરખી   લઉં   છું   ચહેરો  કાચમાં,
એક  ભીતરને   કદી   ફોલ્યો  નહીં.

કોણ  "જયલા"  સાચવી  શકશે તને,
આ નહીં, તે પણ નહીં, ઓલ્યો નહીં.

જયલા

No comments:

Post a Comment