Tuesday, 29 August 2017

ગઝલ

સજજનતા એ દુર્જનતાનું શીર્ષાસન તો નથી ને?
આપણા કોઈ ખુણામાં દુશાસન તો નથી ને?

હ્રદયમાં વાસ કર પણ રાજ નહીં,
મારુ હ્રદય કોઈનું સીંહાસન તો નથી ને?

નસીબ તે પાછી આજે પલટી મારી,
દોસ્ત આ તારુ નવુ આસન તો નથી ને?

પુરવઠામાં વધઘટ થયા કરે 'દિપક',
જિંદગી ગમ છે રાશન તો નથી ને?

- દિપક ઠાકર

No comments:

Post a Comment