Wednesday, 23 August 2017

ગઝલ

બેલડી સરસ તણી નથી અમે
હા! રોજે રોજ હરપળ સાથે છીએ અમે.
કંટક,પથ્થર,ઉબડખાબડ જીવનરાહ
પણ છીએ સાથે ને માટે ચાલી શકીએ  છીએ અમે.
નઝર આમ તો જુદી હોય જાણું
પણ દૃશ્ય એક નિહાળી શકીએ છીએ અમે.
રૂપ તારા હરદમ નિરાળા પળે પળે જિંદગી
ને છતાં હર ક્ષણ એકરૂપ થતા જઈએ છીએ અમે.
શોધવા બેસું તો ઘણું ઘટે જીવતારે
ને હું છું એ છે એક જ વિચારે છલોછલ છીએ અમે.
ભરતી ઓટ આવ્યા કરશે ભવસાગરે
કિનારે કિનારે મીઠો વીરડો ગાળતાં રહીએ છીએ અમે.
મૃત્યુ તો હોય ચોક્ક્સ જન્મ સાથે "નીલ"
પણ જીવતરનું મજાનું શમણું હર રાત સજાવી શક્યા છીએ અમે...
ને પછી તો રોજ પડે સવાર
ને સવારે સવારે કાયમ ખુદને થોડું થોડું સવારી શક્યા છીએ અમે.
     રચના: નિલેશ બગથરીયા
               "નીલ"

No comments:

Post a Comment