આપવાનું લાગે છે હજી કઈંક બાકી
આ આંખે આંસુ એટલેજ લાગે અટકેલું બાકી.
આમ તો વરસ્યું ચોમાસુ આખું
રહી ગયું બસ એકજ ખોરડાંનું ભીંજાવું બાકી.
પુરે પુરુને છલોછલ ભરેલું એક વાદળ હતું ખરું
પણ આ મોરલાનું છે ટહૂકવાનું બાકી.
ભીંજાવાનું લગભગ ચુકાયું ના કદી
પણ થાય શું? એકાદ વેંત છેટું રહે વરસવાનું બાકી.
ચાલી તો નીકળું હરિયાળી ભણી
પણ આ ચરણે છે કૂંપણ ઉગવાનું બાકી.
હજીયે છો ભીનાશ બની છવાયા કોઈ
ખૂણે
લાગે હજી "નીલ" લીલાશે છે જીવવાનું
બાકી.
રચના: નિલેશ બગથરીયા
"નીલ"
Wednesday, 23 August 2017
અછાંદસ
Labels:
નિલેશ બગથરિયા
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment