બસ, બધું ભૂલી ગયો, થોડું સ્મરણ બાકી રહે,
બધ્ધું સારું થાય, પણ એકાદ વ્રણ બાકી રહે !
જિંદગીનું ચિત્ર ખાસ્સું આમ તો દેખાય છે,
પણ હજી થોડુંક આછું આવરણ બાકી રહે !
મેં તને મારા જીવનના તો બધા કિસ્સા કહયા,
પણ હજી લાગે છે એવું , બે કે ત્રણ બાકી રહે !
જિંદગી તારા વિનાની જીવી તો જઈશ અહીં ,
લાગશે એવું કે જાણે એક રણ બાકી રહે !
જોયા છે મેં તો જીવનના સૌ પ્રસંગો દોસ્ત ,પણ
જે હું ના જોઈ શકું એવું મરણ બાકી રહે !
- હેમંત મદ્રાસી
No comments:
Post a Comment