તરફડતી લાગણી અને શ્વાસો ધરી શકું,
મળવા અગર બહાનુ એકાદું કરી શકું...
આ તાપ, સુકું આભ ને ભીતરમાં પાછી આગ,
ઘર જેવું કૈક હોય તો પાછી ફરી શકું..
પીંછુ હવાને કરગરી એવું જ કહી રહ્યું,
મારી કસમ , તું આવ, જરા ફરફરી શકું.
નિંદર જ્યાં મારી આંખને તરછોડી ચાલી ગઈ,
સપના મહી ય ક્યાંથી તને નોતરી શકું...!!!
એકાદ વાર આવ, અગર ના કહી બતાવ,
સાંભળ, મને જ હું ન વધુ છેતરી શકું.
નેહા પુરોહિત.
No comments:
Post a Comment