કંઇક અગ્નિકણોનો સંગ થયો ,
ને લિસોટો પછી સળંગ થયો !
ઊડવાની જરાક ઈચ્છાનો-
એકડો ઘૂંટતાં પતંગ થયો !
કોરા કાગળ સમો સફેદ છતાં
આખરે એય એગ રંગ થયો !
તારની જેમ એક માણસ પણ,
તૂટતાં પહેલાં ખૂબ તંગ થયો !
ક્યાંક ઘડિયાળ જેમ અટક્યાં ને
બે ઘડીમાં જ કાળ-ભંગ થયો !
ભરત વિંઝુડા
No comments:
Post a Comment