રાતદિન સપનાં બળી જો જાય છે
ઝૂંપડી ઝળહળ પછી તો થાય છે
એક મુઠ્ઠી ધાન કાજે લ્હાય છે
રક્ત પણ એમા પછી રેડાય છે
રોડ પર વસવાટ એનો થાય છે
ઘર અમીરોના પછી બંધાય છે
રોડ ડામરના બધા લીસ્સા બને
જો ગરીબોના બદન ખોદાય છે
ધોમધખતા તાપમાં એ ઓગળે
ને અમીરો દેખતા એ જાય છે
ધન અગર ના હોય તો ક્યાં રંક છે?
રંક સાચા દિલ વગર કેવાય છે
કિરણ "રોશન"
No comments:
Post a Comment