Monday, 14 August 2017

ગઝલ

હરિયા સાથે સંવાદ

ના  ધનુષ   ના   બાણ   હરિયા!
પળમાં   છૂટ્યા   પ્રાણ  હરિયા!

શઢ   ફાટેલા   ને    ના    નાવિક
દરિયે   ડૂબ્યા  વ્હાણ   હરિયા!

ચટ મંગની  પટ બ્યાહ  હરિયા!
જીવત જીવ  મ્હોકાણ હરિયા!

આંખ મીંચાઈ, આતમ  ગાયબ
ના કોઈ શક, ના જાણ હરિયા!

હું   આવું    છું, રસ્તામાં    છું!
ડેરા    તંબુ    તાણ     હરિયા!

- હરિહર શુક્લ
  ૧૩-૦૮-૨૦૧૭
  ૧૪-૦૮-૨૦૧૭

No comments:

Post a Comment