----------------------------- --------------------------------------
*ભિખારીની ગઝલ: મોરચા મંડાય છે*
********************************************
ભૂખના પણ મોરચા મંડાય છે.
હોજરીમાં રોજ યુદ્ધો થાય છે.
હસ્તરેખા તો ભૂંસાણી ક્યારની,
હાથમાં કોરું બધું દેખાય છે.
સૂર્ય ઉગતો ,સાંજ પડતી, તે છતાં,
ભાગ્ય મારુ ક્યાં કદી બદલાય છે.
જિંદગીનું આ જ તો આકાશ છે.
ગોદડીમાં ચાંદ પણ દેખાય છે.
આપણી જાહોજલાલી રોડ છે,
કેટલા દાતાર લોકો જાય છે.
......piyush chavda.....
No comments:
Post a Comment