Friday, 18 August 2017

ગઝલ

બદલી જુઓ

પ્રગટી શક્યો કદીય નહીં એ ચિરાગ છું
વાચી નથી શકાઇ  હજી એ કિતાબ છું

બદલી શકો મનેય તો બદલી જુઓ મને
પ્રાગૈતિહાસિક કાળથી અણનમ રિવાજ છું

જેના જવાબ માં જ અકળ મૌન  સાપડે                              એવી સમાજી રીત થકી પાયમાલ છું

બુધ્ધિજનોય કાનમાં ખોસીને પૂમડા
સમજી શક્યા ન આજ લગી એ વિચાર છું

            ----પથિક પરમાર

No comments:

Post a Comment