Friday, 18 August 2017

ગઝલ

ચાલ્યા ચરણ,ચાલ્યા ચરણ,ચાલ્યા ચરણ.

પારખી આતમ પીડ,આંખે  અશ્રુની ભીડ,
આંબલિયાની ઘટામાં બાંધવા એક નીડ,
બંધ દ્વાર 'ને છોડી ચાર ભીંતનું આવરણ,
ચાલ્યા ચરણ,ચાલ્યા ચરણ,ચાલ્યા ચરણ.

મારગમાં ચરણને રોકે નહીં કોઇ ન ટોકે
રાહ બદલાઇ જાય ના હવાના કોઇ ઝોકે,
મીરાંના પગલા પગલાની કરી સાચવણ,
ચાલ્યા ચરણ,ચાલ્યા ચરણ,ચાલ્યા ચરણ.

સાવ ટૂંકા,સરળ ને લઇને સીધા રસ્તા,
સરસામાનમાં સાથ બસ બે એક બસ્તા,
હરિસિમરન ને સાથ શ્યામ નામનું રટણ,
ચાલ્યા ચરણ,ચાલ્યા ચરણ,ચાલ્યા ચરણ.
-લતા ભટ્ટ

No comments:

Post a Comment