શબ્દયુદ્ધ
ખારા શબ્દોને નીચોવી સૂકવી દીધા,
બોરડીના કાંટા જેવા દર્દને દિલના સંદૂકમાં ભરી દીધા.
લાગણીશૂન્ય બનેલા બારણાં,
ઘરમાં આવતા રસ્તાને ,
જેમ કૂતરું કરડવા આતુર હોય તેમ જોઈ રહ્યા,
હવા નાક ચઢાવતી ઘરમાં પ્રવેશી ,
ત્યાં જ બારી એ બબડાટ ચાલુ કર્યો!
ઘરના ખૂણા તલવાર કાઢીને ઉભા હતા,
ભીંતો પર શબ્દોનું લોહી દદડી રહ્યું હતું,
બેઠકરૂમમાં વચ્ચોવચ્ચ લાગેલું ઝુંમર ઉદાસ હતું,
કદાચ એ વિવશ હતું...
રાચરચીલું બંને કાને હાથ દઈ,
ગાંધીજીના બંદરોમાંનું એક બની,
દર્શક જેમ જોઈ રહ્યું,
ભડકે બળતો આખો રૂમ,
એક ખોખારે ઠંડોગાર થઈ ગયો....!
યુદ્ધવિરામ .......!
-સંદિપ ભાટીયા
દંપતિ

-સંદિપ ભાટીયા"કવિ"
No comments:
Post a Comment