Tuesday, 8 August 2017

ગઝલ

ન તો હળાય છે ન તો મળાય છે
વોટ્સ અપ પર હાલ ચાલ પુછાય છે

સાથે હોઈએ તો યે વાતચીત થતી નથી
કહેવાતી મૈત્રીની દરકાર રખાય છે

મૂલ્યોની વાતો તો બહુ ચર્ચાતી
હકીકતમાં જીવતર દંભી જીવાય છે

કોમેન્ટ્સમાં સંવેદના ભરપૂર છલકાતી
આવે અતિથિ તો મોઢું મચકાય છે

મને તો મારા ગામનો ચોતરો બહુ ગમતો
સુખ દુઃખ ની વાતે આંખો છલકાય છે

દિલીપ શાહ

No comments:

Post a Comment