બધી ઇચ્છાઓ જ્યારે દફન થાય છે
પછી એક સમણાં નું સર્જન થાય છે
ચાર ધામ સમાન કહેવાય એ ઘર છે
જે ઘર માં માબાપ નું જતન થાય છે
નથી દેખાતી માનવતા એ મંદિર માં
જે મંદિરે સવાર સાંજ ભજન થાય છે
માણસ ને માનવી કૈ રીતે કહેવો કહો
સવાર પડે ને જ્યાં રોજ ખૂન થાય છે
મરણ સસ્તું થઈ ગયું જીવન કરતાં
સ્મશાન માં લાશ એક દફન થાય છે
સમય નથી આંસુ બીજાના લૂછવાનો
આજ મને કેમ રડવાનું મન થાય છે
જીવતર ભાર સમાન લાગે છે “મૌન”
કરચલી ભરેલું જ્યારે વદન થાય છે
વિનોદ.બી.ગુસાઈ”મૌન”
No comments:
Post a Comment