જરાક આમ હસી લેવું
પછી દૂર ખસી લેવું.
હૈયામાં જરા સળવળાટ
ને શાંત સરવર બની લેવું.
ઝરૂખે જરાક ઉભી લેવું
ને ગલીએ ભીડનું કારણ બની લેવું.
ક્યાંક કશું ઉગ્યાની જાણ મને
ને આમ વરસ્યા વિના નીકળી લેવું.
જરાક વધારે પડતું ભલે થઇ જાય
પીરસી જામ ને પછી આંખોથી પીવડાવી લેવું.
બદનામી તો વહોરી શકાય પ્રીતે
પણ આપી શમણું આમ નીંદરમાં પોઢાળી દેવું!
જાગવાનો હવે ખરો અવસર છે "નીલ"
ને હજીયે શીદને આમ રાતનું અંધારું ઓઢી લેવું??
રચના: નિલેશ બગથરીયા
"નીલ"
Tuesday, 8 August 2017
અછાંદસ
Labels:
નિલેશ બગથરિયા
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment