Tuesday, 8 August 2017

ગીત

*ગીત :- અક્કડ બક્કડ*

અક્કડ બક્કડ બોમ્બે બો અસ્સી નબ્બે પુરે સો,
પ્રેમ રમત છે ખોખ્ખો જેવી, હું છૂટ્યો બીજાને ખો...

પ્હેલી બારિશ પ્હેલાં પ્યાર,
બીજી, ત્રીજી, ચોથી વાર,
એકને રાખ; બીજે પૂછ,
મારા દિલનાં જોડું તાર?

આશિક થઈને કે'તાં ફરવું; તારા ભાઈનો વટ તો જો!
પ્રેમ રમત છે ખોખ્ખો જેવી હું છૂટ્યો બીજાને ખો...

એક સાંધે તૂટતાં તેર,
તોયે બોલે લવનાં શેર,
ભણવું ગણવું બાજૂ મૂક,
કર તું તારે લીલાં લ્હેર,

કન્યા પાછળ પડતો એવો ચીપકે જાણે પાટલા ઘો,
પ્રેમ રમત છે ખોખ્ખો જેવી હું છૂટ્યો બીજાને ખો...

અક્કડ બક્કડ બોમ્બે બો અસ્સી નબ્બે પુરે સો,
પ્રેમ રમત છે ખોખ્ખો જેવી, હું છૂટ્યો બીજાને ખો...

*- ભાવિન દેસાઈ 'અકલ્પિત'*

No comments:

Post a Comment