તે પ્રણયના ફાગ સાથે રમતો રહ્યો,
મારા આતમ સાથે તે ખેલતો રહ્યો..
હું તો ઝાકળની જેમ તરસતી રહી...
ફૂલો પર ભમરાની જેમ ભમતો રહ્યો..
લ્યો ! ઓઢી ચુનરી તેની નવરંગી
અશ્રુ બની કાજળમાં તે હસતો રહ્યો..
બની પાયલનો રણકાર ગુંજતી રહી,
એષણાઓની અપ્સરામાં ખેલતો રહ્યો...
મેં તો સુવર્ણ નીલ સપનાં સજાવ્યાં ,
"યશવી" તોયે રાતભર જાગતો રહ્યો...
રૂપાલી ચોકસી "યશવી"
No comments:
Post a Comment