Tuesday, 8 August 2017

અછાંદસ

શું લઈ આવ્યાં જિંદગીમાં ને શું લઈ જવાનું
ન જાણે કોણ ક્યારે મળવાનું
આ દોસ્તી , પ્રેમ , આ સ્નેહ
સંબંધો ,
શું કામ તોડી જવાનું !
શું લઈ આવ્યા જિંદગીમાં  ને
શું લઈ જવાનું .....

દ્વેષ , ઇર્ષા , તિરસ્કાર
દૂશ્મના વટ
ખોટા આંસુઓ પાડવાનું
એથી ભલા મોજથી સંબંધો સાચવવાનું
શું લઈને આવ્યા જિંદગીમાં  ને
શું લઈને જવાનું ......

શ્વેત " બને તો  સારું કરવાનું
ના ખોટા મ ભાગ લેવાનું
આ સૃષ્ટિ માં સૌએ થોડું થોડું જીવવાનું
શું કામ ઝેર રેડવાનું
દોસ્ત પ્રેમથી રહેવાનું

શું લઈ આવ્યાં જિંદગીમાં ને
શું લઈ ને જવાનું .....

મેવાડા ભાનુ " શ્વેત

No comments:

Post a Comment