ગઝલ
લગાગા, લગાગા , લગાગા
સવારી વધાવી લઈએ,
વિચારો સજાવી લઈએ.
રફીકો ગયા છે રિસાઈ,
સમા ને મનાવી લઈએ.
પરીક્ષા દઈને સમયની,
ખુદીને કસાવી લઈએ.
કરીને ગુલામી સદીની ,
ક્ષણો ને પટાવી લઈએ.
નસીબે લખાઈ નદી છે,
સમંદર ફસાવી લઈએ.
બને તો તમારી પરામાં,
અમોને વસાવી લઈએ.
હવે તો સુરાહી હસે છે,
સુરાને ચખાવી લઈએ.
***
-કૃષ્ણકાંત ભાટિયા 'કાન્ત '
No comments:
Post a Comment