Thursday, 17 August 2017

ગીત

🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀

પડખેરા અજવાસ
               ડૉ.  ભાવેશ જેતપરિયા

ઢોલિયો થઈ ગઈ રાત
ગઢના ખૂણે લવકી કોયલ સજતી શ્વાસ,
માજમ લથબથ રાતે
અંતરને ભભરાવી ઊભા રે અજવાસ.

પરપોટે લીધાં રુપ ઘટડા ઘેરી,
બારીમાંથી દેખી ઉપડ્યા રે સગપણવા,
ઝબઝબ ઝીલી પિંડ ચલમને ફૂંકી,
કસમાં ઘબક્યા જાંગી ઢોલ લગનવા.
તુલસીદલની તોલે આવી સહજે
તાળાં કૂંચી રમતા પેટી પાસ.
ઢોલિયો થઈ ગઈ રાત.....

ફૂલ પાંદડી ફરતા સોંસરવા રે અંધકાર
નીસરી જાય દશમજી ડેલી,
આભ ભરીને ઊડ્યા રે કલશોર
તોર લઈ અચરજ હળવે રેલી.
ખોરડું ખાલી મનપવનનરુ સાંધી,
ઝીલી ધડકનના ઘબકારે રમી ગયા રણવાસ

🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀

No comments:

Post a Comment