Monday, 14 August 2017

ગઝલ

ગીત
રાધાના માથે
       પહેરેલા ગજરાનું
મધુવનના ભમરાએ
        ચુંબન લીધું
ગજરાની કળીએ કળીએ
         ઊર્મિ જાગી
ને કુંજ કુંજ રાધાનું નામ
         વહેતુ થયું

એ મધુવનનો ભમરો
        ભટકી ભટકીને
     મુરલીએ જઈ સંતાયો રાધાની લ ટે એને
      હળવે હાથે
      ઉંચે ઉડાડ્યો
લટનો થપાટો એના
       નાકે જઈ અથડાયો ને કુંજ કુંજ રાધાનું નામ
        વહેતુ થયું

કદંબની ડાળ
       ઝુલતીતી હીંચકે
રાધાના કાળા
        લટકેલા કેશને
વાયરાના સંગે
        એવા ઉડાડ્યા
કેશનો લટકો
      એના દિલે
      જઈ અથડાયો
ને કુંજ કુંજ રાધાનું નામ
       વહેતુ થયું
          -  કિન્નરી દવે

No comments:

Post a Comment