Friday, 11 August 2017

ગઝલ

ગઝલ
---------

ફક્કડ મળે ફકીર, કોઈ શક્યતા નથી
હો મીર તકી મીર, કોઈ શકયતા નથી

પ્રગટી ઉઠે કો પીર, કોઈ શકયતા નથી
પાણી ઉપર લકીર, કોઈ શકયતા નથી

આંખોમાં રહે નીર, કોઈ શકયતા નથી
નીર પે વહે સમીર, કોઈ શકયતા નથી

હદ   બહાર   નગ્નતા  કોઠે  પડી   ગઈ
ખેંચાય હવે ચીર, કોઈ શક્યતા નથી

કોળી ઉઠે કશુંક, કશું ખીલતું રહે
ભરપૂર કે લગીર, કોઈ શકયતા નથી

.. સુરેન્દ્ર કડિયા

No comments:

Post a Comment