આવી પડેલા ફરજના બોજે ડગે નહીં,
ઉડતી તપેલી રેતીની ઝાળે બળે નહીં.
કોરણ ચડેલા ચોતરફ ધુળે ભરાઇને,
આંખો ઉડેલી રેતની રજથી ઠરે નહીં.
શ્રાવણ વરસતા વાદળે ભીની કરી ધરા,
પાણી ભરેલી રાહમાં પગલાં જડે નહીં.
ધીરજ ધરીને ચાલતા મનખા ઉમંગ ભર,
મનને જરીકે સાંત્વના કિંતૂ મળે નહીં.
તારી જવાને જિંદગી કીધા કરમ ઘણાં,
લાંબી જગતની ભીડમાં વ્યક્તિ ભળે નહીં.
શિક્ષા બદલતા દોરની ઘડતી નવી ઢબે,
માથે ચડીને બોલતી નસ્લો ડરે નહીં.
રાખી સહારો આશનો ચાલી રસ્યા મગર,
માસૂમ હ્રદયની કામના ધારી ફળે નહીં.
માસૂમ મોડાસવી
No comments:
Post a Comment