Tuesday, 8 August 2017

ગઝલ

ધીમે ધીમે હૈયે ભાવી  ,એક સુનેરી પંખી બોલે,
*મીઠાં સા ધબકાર જગાવી,એક સુનેરી પંખી બોલે.*

તારો મારો સ્નેહ ધખાવી મનમાં તો કૂંપળ ફૂટાવી,
*હળવે હળવે પાંખ હલાવી એક સુનેરી પંખી બોલે.*

તારાં મારાં શમણાં હું તો તારલિયામાં ભાળું સાજન,
*ધરતી થી આકાશ સજાવી  એક સુનેરી પંખી બોલે.*

સંતાકુકડી ગિલ્લી ડંડા કૂકા કોડી કિટ્ટા બૂચા,
*ખાટી મીઠી યાદો લાવી એક સુનેરી પંખી બોલે.*

યાદોની વણઝારે જોને ચૂક્યું તો ધબકાર છે હૈયું,
*આજ અશ્રુની ધાર વહાવી એક સુનેરી પંખી બોલે.*

-કીર્તિ રાઠોડ *"ક્રિતી"*

No comments:

Post a Comment