Wednesday, 23 August 2017

અછાંદસ

સુપ્રભાત દોસ્ત,
આજે એક અછાંદસ સાથે ગુરુવારી હાજરી પૂરશો. ગયા ગુરુવારે કાવ્યકણિકાઓ વાંચીને ઘણાએ મને કહ્યું કે ગઝલથી જ હાજરી પુરાવો. પણ મારો આશય જુદીજુદી વાનગીઓથી ગુરુવારી વધુ સમૃદ્ધ થાય તે છે. આશા કરું છું તમને આજની અછાંદસ ગમશે. ગમે તો સૌને કહેજો, ના ગમે તો મને કહેજો.

*===> ભીડનું એકાંત <===*
મારામાં નગર અને નગરમાં હું.
ખળભળે છે નગર અને
ખળભળું છું હું સતત.
ચાલતો રસ્તો,
કામ કરતા બંગલા,
ઊડતું આકાશ ભુરુભુરું,
ચારેબાજુ જીવસૃષ્ટી,
અને હું એકલો.
*મને આ ભીડમાં કોઈ નડતર નથી.*
અનહદના સૂર અહી પણ સંભળાય છે.
પેલે પરથી આવતી પનિહારી
મારામાં નીર ઠાલવે છે.
ને હું -
ઠંડક અનુભવું છું.
તમે મને આ ભીડના એકાંતમાંથી
દૂર ના લઇ જજો,
કેમ કે
મને ઘણું ભાવે એકાંત મારું.
જ્યાં, જેનાથી
મેં મને ઓળખ્યો છે!
ભમરાની જેમ મારી આસપાસ ગુંજીને
મને ફૂલની માફક ખીલવ્યો છે મેં!
આ સતત વ્યસ્ત નગરમાં છું,
સળવળતા ચાલતા રસ્તા પર હોઉં છતાં
મને આ ભીડમાં કોઈ નડતર નથી.
‘મંથન’ એમાંથી પસાર થઇ જાઉં છું
ભીડના એકાંતમાંથી
કમસેકમ
*હું મારી પાસે તો રહું છું.!!!*
== મંથન ડીસાકર (સુરત)
ગુરુવાર 24/08/2017

No comments:

Post a Comment