Wednesday, 23 August 2017

ગઝલ

લાંબી સફર ના કાફલા આગળ વધી ગયાં,
સુની બનેલી રાહના અંતર પડી ગયાં.

વચ્ચે પડેલી વાગતી ઠોકર બચાવતાં,
અંતર ઉમળકે દોરતાં દાવા ઠરી ગયાં

મનની જગેલી ચેતના દાબી દબી નહીં,
પગલાં નિશાનો ખોજવા જીદે અડી ગયાં.

કોરણ ચડેલા વાયરે ડમરી ઉઠી નભે,
આંખે જમેલી ધુળના ઝાળા જમી ગયાં.

ઝડપી ઉતારે પ્હોચવા રાખી લગન મગર,
રસ્તે પડેલી ગુંચમાં ભુલા પડી ગયાં.

ધુમ્મસ ધરેલી ચાદરે રસ્તા જડે નહીં,
માસૂમ સમયની ધુળ થી આંખો ભરી ગયાં.

                માસૂમ મોડાસવી

No comments:

Post a Comment