Wednesday, 23 August 2017

ગઝલ

માં શારદાની સાધના કરતા રહ્યા *
ફળશે કદીકે,  આસના  કરતા રહ્યા!

હા આવશે , શબ્દોને પાંખો  આવશે!
મનમાં સદા તે  કામના કરતા રહ્યા!

ને વાસ જીભે એમનો  થાવો  રહ્યો!
માડી  તમારી જાપના કરતા  રહ્યા!

આ લેખની , ચરણો મહીં  સોંપી હવે,
જે  તારશે, સંભાવના કરતા રહ્યા!

રીજો હવે, આ બાલકી  તરસી રહી!
માં, ભવના ને પ્રાર્થના  કરતા રહ્યા!

---------હેમા ઠક્કર "મસ્ત "   20-8-17     / તરહી ગઝલ

No comments:

Post a Comment