Wednesday, 23 August 2017

ગઝલ

બાહર ઝળહળ અંધારુંને ભીતરમાં અજવાળું છે
કોને પૂછું આંખો મારી દરિયો કે ગરનાળું છે

સાચુ કહું તો ભીડ પડી છે સપનાઓનું શું કરવું?
આખેઆખી જાત ઘસીને છેવટ જોયું જાળું છે.

રસ્તા વચ્ચે રસ્તો પૂછે ક્યા જાવું  છે તારે લ્યા,
પગ વચ્ચેથી સરકી જાતી યાદોનું કુંડાળું છે

શબ્દો ક્યાથી  શોર કરે છે, કાન હજી તો સૂતા છે
ગઝલ બનીને ઊંઘી જાતી ઘટનાઓ પર તાળું છે.

હોઠ ઉપર ના આવે વાતો, મૌન ભલે ને સળવળતું,
સાચી પીડા અવતરવા દો, બાકી મનનું ચાળું છે

.....વર્ષા પ્રજાપતિ ઝરમર

No comments:

Post a Comment