(બાળકની વેદના)
સાહેબ મિટિંગમાં છે અમારાં..!
કોઈ વાલીએ
રેઢાં વગઁખંડ
(એક સાથે ત્રણ ત્રણ વર્ગો)
જોઈને પૂછ્યું:
સાહેબ કયાં તમારાં ?
ત્યારે;
હમણાં જ
નૂતન સપનાંઓનુ વાવેતર થયેલ તગતગતી આંખો એ કહ્યું:
"સાહેબ મિટિંગમાં છે અમારા"..!!
વાવેતર કર્યા પછી કૃષિકને
વાડી સંભાળવાનો સમય ન મળે
અને
આ બાળકો મને કહે:
"સાહેબ મિટિંગમાં છે અમારા" !!!
મિટિંગનુ દ્રશ્ય તો કેવું હશે ??
કૂંપળો કલાસરૂમમાં
અને ધેધૂર વડલાને
શીખવે છે છાંયડાનો અથઁ
એકાદ બે પાન ફૂટયા છે
તે આજે
અડાબીડ જંગલને શીખવે છે
ફળો આપવાની રીત
ત્રણ ત્રણ દશકાથી
કરતા કામ ખંતથી
એનાં અનુભવોનાં પીવાના હોય જામ...
અનુભવોને દફનાવીને
નવી રીત અપનાવીને
બન્યા આજે એ બેફામ
અહીં
ચાતક જેમ
સાહેબને ચાહનારાં કહે:
સાહેબ મિટિંગમાં છે અમારા!!
સાહેબ મિટિંગમાં છે અમારા !!
- કવિ નરેન્દ્ર જોષી
No comments:
Post a Comment