Wednesday, 23 August 2017

ગઝલ

આંખોની ભ્રમરો લાલ કરી છે,
આ  ભારત વીરોની ધરતી છે.

દુશ્મન  દેખી ડરશું,ડગશું  નહીં,
આ  વાત અમે  હૈયે ધરબી છે.

ના  ઝુક્યાં  તા ના રે  ઝુકશું  હો,
અહીં વીર જવાનોની ભરતી છે.

વેરીનાં વાઢી નાખ્યાં શીશ અમે,
જય હિંદ કહી  બંદૂક ભડકી છે.

ચાલો  મીટાવી   દઇ  વેર  બધાં,
ભૂલીશું   વાતો   જે   કડવી  છે.

*કાજલ કાંજિયા "ફિઝા"*
*19/8/2017*

No comments:

Post a Comment