Tuesday, 29 August 2017

ગઝલ

ગઝલ

જે થવાનું છે થશે તો ?
એ સમજવાનું હશે તો !

તું ઉપર છે જોઈ લઉ ઇશ !
આંખુ આ નભ જો ખશે તો !

છૂ થઈ જાશે બધુ દુઃખ
જો ચહેરો આ હસે તો !

શુભ શુભ થઈ જાય સઘળું
 આજે  સામે  આવશે તો !

જો સમય વીતી ગયો છે
યાદ  કોઈ આવશે તો !

મેવાડા ભાનુ " શ્વેત

No comments:

Post a Comment