Tuesday, 29 August 2017

ગઝલ

કોણ છે?

કેટલું    ધોણ    છે?
સીમમાં  વોણ   છે!

વાત  કરવી   નથી!
વાતમાં   મોણ  છે!

અંગૂઠો  દઈ   દીધો
કે  ગુરુ  દ્રોણ   છે!

થાય     પ્રદક્ષિણા?
ઘાટ  ત્રિકોણ   છે!

હોઠ  પર  તું હતો!
આંખમાં કોણ છે?

- હરિહર શુક્લ
  ૧૯-૦૮-૨૦૧૭
ધોણ - ધોવણ - ધોવાની ચીજ
વોણ - સીમમાં પાણીનો લાંબો ખાડો

No comments:

Post a Comment