Tuesday, 29 August 2017

ગઝલ

🏵🏵🏵 *ગઝલ*🏵🏵🏵

હ્ર્દયમાં બધે ધાક જેવું કશું છે.
ખબર નહિ ખતરનાક જેવું કશું છે.

બજારણની માફક એ વેચાતું રહેશે,
આ છાપાને ક્યાં નાક જેવું કશું છે?

ઉઘાડા પગે દોડતો રહે સતત એ,
સમયને તો ક્યાં થાક જેવું કશું છે?

જે આંગણની માટીમાં બાળક રમે નહિ,
એ આંગણમાં નાપાક જેવું કશું છે.

લખું છું ગઝલ એક કારણથી હું તો,
હ્રદયના એ ખોરાક જેવું કશું છે.

-જુગલ દરજી 'માસ્તર'

No comments:

Post a Comment