Tuesday, 29 August 2017

ગઝલ

સ્વભાવે મિજાજી નમીજા અહીં,
ખુદાને   નમીને   ગમીજા અહીં.

કરીને   હજારો   ગુનાઓ  પછી,
ધરમનાં  તરાપે  તરીજા અહીં.

નભેથી  ચમકતો  સિતારો ખરે,
અજ્ઞાની  ભ્રમેથી  હટીજા  અહીં.

પ્રસંગો  ખુશીનાં  ઘણાયે  છતાં,
મરણના  પ્રસંગે  ભળીજા અહીં.

નહીં  રામ પાછા ફરે વન વિશે,
હણેલા  હરણને  હણીજા  અહીં.
~ ગજ્જબ ~ભરત વાઘેલા

No comments:

Post a Comment