Tuesday, 29 August 2017

ગઝલ

ગઝલ
આ તરસ કાં રણ મહીં ભૂલી પડી?
ઝાંઝવાં છે ઝાંઝવાં ચારે તરફ!

તોય તું તો એકલો આમ તો!
કારવાં છે કારવાં ચારે તરફ!

ચાંદની છે જો કેવી શીતળ છતાં,
લાગતો તું દાઝવાં ચારે તરફ!

માછલી કાં કાંપતી નિજ ઘર મહીં?
ખારવાં છે ખારવાં ચારે તરફ!

છે રથે કૃષ્ણ તે છતાં કૌરવો,
કેમ ઊભાં હારવાં ચારે તરફ!

આબરું એ સાચવે છે ઘર તણી,
તોય ઊભાં મારવાં ચારે તરફ!

કેમ ડર છે આટલો આ મોતનો?
છે જ "નટવર" તારવાં ચારે તરફ!

@ નટવર ટાંક  
    ૮૪/બી,પ્રમુખ નગર,
    સિલ્વર પેલેસ એપાર્ટમેન્ટ પાછળ,
ટીંબાવાડી,જૂનાગઢ.
મોબાઈલ નં. ૯૬૬૨૪ ૨૮૧૬૦.
મેઇલ-natwartank7@gmail.com

No comments:

Post a Comment