કામયાબી પામવા ચારે તરફ,
કર પ્રયાસો તું નવા ચારે તરફ.
શબ્દથી પણ યુધ્ધને જીતી શકાય,
તીર શાને તાણવા ચારે તરફ.
મુક્ત થાવાને મથું છું, ને જુઓ,
લોકો બેઠા બાંધવા ચારે તરફ.
જાતને ઓળખવી છે, તો કહું ઉપાય,
આયના બસ રાખવા ચારે તરફ.
પાણિયારે પાણી સાચા એ સિવાય,
ઝાંઝવા છે ઝાંઝવા ચારે તરફ.*
.....પ્રશાંત સોમાણી
તરહી પંક્તિ: - કવિ ચિનુ મોદી
No comments:
Post a Comment