ગીત:
ભંગારના ઢગમાં સુખને સંકોરતી નમીને ઊભી'તી લાકડી..
જોઈ'તી લટ,વટમાં લહેરાતી વાંકડી.
હેતે પંપાળી સંબંધની ધૂળ એને આખા શરીરે જાણે ઓઢી'તી,
કેટલી ઘટનાઓના ડચૂરા દાબીને વેદના અંગાર સમી ઘોળી'તી,
ઢેલડી ને મોરલા ચીતર્યા જ્યાં આંગળથી, એ આંગણમાં તૂટેલી ચાકડી.
..ભંગારના ઢગમાં..(૧)
કાગની કાગરોળ વચ્ચે રહેતી'તી,જાણે કોઈ ગમતીલી બુલબુલ મીઠડી,
જેમ તેમ ભૂખ એણે ભાંગી'તી ઘરની ઉઘરાવીને માંડ માંડ ખીચડી.
જીવી જે શગની કાળાશમાં વહેતી, ને વહેંચી'તી પૂનમને ફાંકડી.
..ભંગારના ઢગમાં..(૨)
-શીતલ ગઢવી"શગ"
No comments:
Post a Comment