વ્હાલું બનીને કોઇ તો દિલમાં વસેલું હોય છે,
શ્વાસો મહીં હા , યાદનું ચંદન ઘસેલું હોય છે.
જો બ્હાર જ્યારે આવશે આસુંપછી,ઓ જિંદગી!
આંખો તણી એ છીપનું મોતી બનેલું હોય છે.
એકા'દ જણ આવી હ્યદયમાં સ્થાન જો સ્થાપી જશે !
એને પછી તો આ જગત આખું ગમેલું હોય છે.
બે ચાર આપી શકે તો આપજે તારા સ્મરણ,
આ જિંદગીને જીવવાનું ક્યાં સહેલું હોય છે?
ને કોણ ક્યારે છળ કરીને જાય છે આંખો સમક્ષ,
વિસ્મય બધુ કોઈ કપાળે ક્યાં લખેલું હોય છે.
શૈલેશ ચૌહાણ " વિસ્મય "
No comments:
Post a Comment