તું છે મારી અંદર એ વિચાર મને હરખાવે છે
અંદરથી ભર્યો ભર્યો તારી યાદ મને છલકાવે છે
ભર ઉનાળે ઠંડા પાણીની પરબ મળી રહે
પરમાર્થની આ હૂંફ તારૂં સત મને સમજાવે છે
તું છે મારા મનમંદિરમાં, મારા રોમ રોમમાં
સમગ્ર જગતમાં તારો વાસ એ વિશ્વાસ જગાડે છે
સુરજ થઈ દિવસે તું જ્ઞાન પ્રકાશ ફેલાવે
તિમિર સમ અજ્ઞાન ભાગતું તારો ડંકો વગાડે છે
દરેક ફુલમાં તારી હાજરીથી લાગતી તાજગી
તારી મહેંકતી લહેર મને મોજથી ડોલાવે છે
દિલિપ શાહ
No comments:
Post a Comment