Wednesday, 23 August 2017

ગઝલ

પ્રેમના અક્ષર હવેથી સ્પેલમાં આવી ગયા.
લાગણીના ફૂલ કૃત્રિમ સ્મેલમાં આવી ગયા.

ગૂંગણું ગૂંગણું કહેતો કૂકડો નિજ કાનમાં,
ચાંચના રવ વોટ્સપના સ્કેલમાં આવી ગયા.

સાથ મારા પ્રેમનો આલેખતી હું રેતમાં,
શબ્દ એની પ્રીતના લ્યો વ્હેલમાં આવી ગયા.

બીજ રોપ્યું માલણે હાથે મઠારી'તી ધરા,
તે છતાં એના પ્રયાસો ફેલમાં આવી ગયા.

જ્યાં પરોઢે દૂધ સાથે ભૂખ ભાંગી બાળની
સ્વાદ આજે બ્રેડને કોકટેલમાં આવી ગયા.

-શીતલ ગઢવી"શગ"(સ્પેલ-આવર્તન)

No comments:

Post a Comment