ફૂલ ચૂંટયાથી થતી પીડા જણાવી જોઈએ
છોડવાને એટલી વાણી અપાવી જોઈએ.
એક નકલી ફૂલને અત્તર લગાવી જોઈએ
કોક ભમરાને એ રીતે ઉલ્લું બનાવી જોઈએ
સૂર્ય એમાંથી જરૂરથી ઊંઘી નીકળશે તું જો
મન ભીતર ચપટી ભરી અજવાળું વાવી જોઈએ
મિત્ર મંડળમાંથી છુટ્ટી ટાંકણી આવી પડે
આપણે ઇચ્છાનો જ્યાં ફુગ્ગો ફુલાવી જોઈએ
"હું"નો બુરખો ઓઢી બેઠા છે બધાની મધ્યમાં
એમને સમશાનનો ફોટો બતાવી જોઈએ
- દક્ષેશ પ્રજાપતિ
No comments:
Post a Comment