રસ્તો પૂછે મને
મૌન ચાલ્યાં કેમ તમે ?
રોજ ગણગણતા જતા ગઝલ તમે
આજ મૌન ચાલ્યાં કેમ તમે ?
રસ્તો પૂછે મને
કોઈ રૂઠી ગયું કે ભૂલી ગયું
કે એકલા મૂકી ગયું તમને
રસ્તો પૂછે મને
મૌન ચાલ્યાં કેમ તમે ?
ઇર્ષાદ ઇર્ષાદ ના મને બોલ સંભળાતા
વચ્ચે જે મળતાં વાહ વાહ કહેતાં
શું મૂકી દીધી કલમ કે
રસ ઊડી ગયો તમારામાંથી
રસ્તો પૂછે મને
મૌન ચાલ્યાં કેમ તમે ?
શું કહું રસ્તાને કે નથી કોઈ રૂઠ્યું
કે નથી વિખોટો મૂકી ગયું મને
રોજ ચાલું એજ આનંદથી ચાલું છું
આજે મૌન એટલે છું કે
આજ એ સાથે છે મારા
મને ડર છે એ વાતનો ક્યાંક મંજીલ
આવી ન જાય હમણાં
ને મારું મૌન વિરહમાં પલટાઇ ન જાય ......
અંશ ખીંમતવી
No comments:
Post a Comment