એવું થયું
આવી, ઘરમાં રહી, ગયો, એવું થયું!
એ ગયો, હું રહી ગયો, એવું થયું!
યાદ ના જેણે કર્યો ક્યારેય પણ
એને મળવા ચહી ગયો, એવું થયું!
ખારા ઉસ પાણી મહીં બોળી વીંઝ્યા
કોરડાઓ સહી ગયો, એવું થયું!
આંખથી પાંપણનો પર્દો જ્યાં ઉઠ્યો
અશ્રુ સાથે વહી ગયો, એવું થયું!
હું જીવન જીવી ગયો જેવી રીતે
એજ રીતે કહી ગયો, એવું થયું!
- હરિહર શુક્લ
૨૧-૦૯-૨૦૧૭
# બસમાં
No comments:
Post a Comment